Bhains ki Pathshala
@bhainskipathshala
Constable PAK : PAK પ્રશ્ન નંબર 16/18/19/20 માં મારી દ્રષ્ટીએ નીચે મુજબ વ…
Constable PAK : PAK પ્રશ્ન નંબર 16/18/19/20 માં મારી દ્રષ્ટીએ નીચે મુજબ વાંધા અરજી કરવાની થાય છે PAK પ્રશ્ન નંબર 16 : એક પેટીમાં કેટલાક લાલ, વાદળી અને લીલા દડા છે. જો તેમાંથી એક દડો લેવામાં આવે તો તે લાલ હોય તેની સંભાવના કેટલી ? વિધાન-1 પેટીમાં કુલ દડા 30 છે. વિધાન-2 પેટીમાં લાલ, વાદળી અને લીલા દડા 1 : 2 : 3 ના ગુણોત્તરમાં છે. (A) માત્ર વિધાન 1 ઉત્તર આપવા પર્યાપ્ત છે. (B) માત્ર વિધાન 2 ઉત્તર આપવા પર્યાપ્ત છે. (C) બંને વિધાનો એક સાથે પણ ઉત્તર આપવા માટે પર્યાપ્ત નથી. (D) બંને વિધાનો ઉત્તર આપવા માટે આવશ્યક છે. સમજુતી : વિધાન-1 પેટીમાં કુલ દડા 30 છે ને આધારે લાલ, વાદળી અને લીલા દડાની સંખ્યા આપેલ ન હોવાથી તેમાંથી એક દડો લેવામાં આવે તો તે લાલ હોય તેની સંભાવના કેટલી તે શોધી શકાતું નથી વિધાન-2 પેટીમાં લાલ, વાદળી અને લીલા દડા 1 : 2 : 3ના ગુણોત્તરમાં છે ના આધારે જો તેમાંથી એક દડો લેવામાં આવે તો તે લાલ હોય તેની સંભાવના 1/6 નીચે મુજબની ગણતરી કરવાથી શોધી શકાય છે. પેટીમાં લાલ, વાદળી અને લીલા દડા 1 : 2 : 3 ના ગુણોત્તરમાં છે તો પેટીમાં લાલ, વાદળી અને લીલા દડા અનુક્રમે 1X, 2X, 3X ધારતા પેટીમાં કુલ દડાની સંખ્યા 6X થશે. તેમાંથી એક દડો લેવામાં આવે તો તે લાલ હોય તેની સંભાવના (ઇચ્છિત પરિણામોની સંખ્યા)/(કુલ પરિણામોની સંખ્યા) = 1X/6X = 1/6 થશે. આમ પ્રશ્નનો જવાબ આપવા માટે માત્ર વિધાન 2 એકલું જ પર્યાપ્ત હોવાથી સાચો જવાબ વિકલ્પ (B) માત્ર વિધાન 2 ઉત્તર આપવા પર્યાપ્ત છે આવશે. PAK પ્રશ્ન નંબર 18/19/20 પ્રશ્ન : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તરો આપો: એક કંપનીના અંદાજપત્રમાં નીચે મુજબની જોગવાઈ કરવામાં આવી છે. સેલ્સ વિભાગ : 25% માર્કેટીંગ વિભાગ : 30% આઈ. ટી. વિભાગ : 20% માનવ સંસાધન વિભાગ : 15% ઓપરેશન વિભાગ : 15% કંપનીના કુલ વાર્ષિક અંદાજો ₹ 3 કરોડ છે. આપેલ રકમ મુજબ બધા વિભાગની કુલ ફાળવણીની ટકાવારીનો સરવાળો 105% થાય છે અને કુલ વાર્ષિક અંદાજ રૂપિયા 3 કરોડ છે. એટલે 105% = 3 કરોડ થાય. હવે વિભાગ મુજબ પ્રશ્નમાં આપેલ ટકાવારીને આધારે ફાળવણી નીચે મુજબ થશે વિભાગનું નામ ફાળવણીની ટકાવારી ફાળવણીની રકમ(નજીકના અંક સુધી પૂર્ણાન્કિત) સેલ્સ વિભાગ 25% 7142857 માર્કેટિંગ વિભાગ 30% 8571429 આઈ.ટી. વિભાગ 20% 5714286 માનવસંશાધન વિભાગ 15% 4285714 ઓપરેશન વિભાગ 15% 4285714 કુલ વાર્ષિક અંદાજ 105% = 30000000 PAK પ્રશ્ન 18 : આઈ. ટી. વિભાગ અને માનવ સંસાધન વિભાગને થનાર ફાળવણીનો તફાવત કેટલો હશે ? (A) ₹ 15 લાખ (B) ₹ 1.5 લાખ (C) ₹ 9 લાખ (D) ઉપરોક્ત પૈકી કોઈ નહિ. આઈ.ટી. વિભાગ અને માનવસંશાધન વિભાગનો તફાવત 5714286 – 4285714 = 1428572 થશે એટલે સાચો જવાબ વિકલ્પ (D) ઉપરોક્ત પૈકી કોઈ નહિ આવવો જોઈએ. PAK પ્રશ્ન 19 : જો માનવ સંસાધન વિભાગમાં થનાર કુલ ફાળવણી પર 25% કાપ મૂકવામાં આવે તો માનવ સંસાધન વિભાગને કેટલી ફાળવણી થશે ? (A) ₹ 33,75,000 (B) ₹ 35,00,000 (C) ₹ 7,50,000 (D) ઉપરોક્ત પૈકી કોઈ નહિ. માનવ સંસાધન વિભાગમાં થનાર કુલ ફાળવણી પર 25% કાપ મૂકવામાં આવે તો 4285714 ના 75% = 3214285.5 થશે એટલે સાચો જવાબ વિકલ્પ (D) ઉપરોક્ત પૈકી કોઈ નહિ આવવો જોઈએ. PAK પ્રશ્ન 20 : જો કુલ વાર્ષિક અંદાજોમાં 5% જેટલો ઘટાડો કરવામાં આવે તો આઈ. ટી. વિભાગને કેટલી ફાળવણી થશે ? (A) ₹ 62,50,000 (B) ₹ 57,00,000 (C) ₹ 54,00,000 (D) ઉપરોક્ત પૈકી કોઈ નહિ. જો કુલ વાર્ષિક અંદાજોમાં 5% જેટલો ઘટાડો કરવામાં આવે તો 3 કરોડના આપેલા અંદાજનો નવો અંદાજો ઘટાડા પછી 28500000 થશે જેના બરાબર બધા વિભાગોની કુલ ટકાવારી 105% માંથી આઈ. ટી. વિભાગની ફાળવણી = 28500000 × (20%)/(105%) = 5428571.42 થશે એટલે સાચો જવાબ વિકલ્પ (D) ઉપરોક્ત પૈકી કોઈ નહિ આવવો જોઈએ. ખાસ નોંધ : આ વાંધા અરજીનું સુચન ગાહ્ય રહે તો ઘણા વિદ્યાર્થીઓને નુકશાન થાય તેમ છે એ બાબત મને ખબર છે અને એ વિદ્યાર્થીઓને મજા ન પણ આવે એવું બનશે. હું સુચન ન કરું તો પણ ઘણા વિદ્યાર્થીઓ આ બાબતે વાંધા અરજી કરવાના જ હતા/છે. એટલે ભરતી બોર્ડના ધ્યાન પર તો આ બાબત આવવાની જ છે એટલે ખોટું લગાડવાનું થતું નથી. મને ઘણા વિદ્યાર્થીઓ મેસેજ વાંધા અરજી કરવા બાબતે આવેલ કે કેવી રીતે વાંધા અરજી કરવી એટલે એ બધાને એકસાથે જવાબ આપી શકાય તે હેતુથી જ આ મેસેજ જાહેર કરેલ છે. હકીકતમાં પ્રશ્ન નંબર 18/19/20 માં ટાયપીંગ ભૂલ છે. પ્રશ્ન નંબર 16 માં તો ભરતી બોર્ડનો જવાબ જ ખોટો છે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાળા
Fresh margeleT snapshot · India · Bhains ki Pathshala · technology / all · technology · ai. This page keeps context and source links for search engines and AI assistants.